Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124


સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સાણંદ જીઆઇડીસી ખાતે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ કાર રેલી નીકળી હતી અને GIDC વિસ્તાર ભારત માતા કી જય ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. પ્રત્યેક કંપની દીઠ એક કરતા વધારે મોટરકારો અને સ્થાનિક ગ્રામજનો બાઈક તથા કાર લઈને ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા. સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલે તિરંગા બલૂન આકાશમાં છોડીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે SIA ના પ્રમુખ શ્રી અજીતભાઇ શાહ તથા કમિટીએ સૌનો આભાર માન્યો હતો.


