Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને કામના સ્થળની નજીકમાં રહેવા-જમવાની સુવિધા મળે તેવી લાગણી સાથે રાજ્ય સરકારે એક સુંદર યોજના ‘શ્રમ નિકેતન’ શરુ કરી છે. જે હેઠળ આજે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને સાણંદ ઈન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન વચ્ચે 1000 થી વધુ શ્રમિકો રહી શકે તેવી હોસ્ટેલ બનાવવાના MoU થયા.

આ શ્રમયોગી હોસ્ટેલ ૪૧૩૮ ચો. મીટરમાં નિર્માણ પામશે. એ સાત માળની હશે. એમાં શ્રમિકો અને તેમના પરિવાર માટે રહેવાના રૂમ ઉપરાંત મલ્ટીપર્પઝ હોલ, ડાઇનીંગ હોલ સહિતની સુવિધાઓ હશે. આ હોસ્ટેલનું નિર્માણ PPP ધોરણે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે 28 મહિનામાં પૂર્ણ કરાશે.

ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન માં.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં ગૂજરાત સરકાર ના શ્રમ અને રોજગાર વિભાગ અને સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન વચ્ચે પરપ્રાંતીય શ્રમિકો ના નિવાસ માટે શ્રમ નિકેતન યોજના હેઠળ નિવાસ બનાવવા MoU સાઈન થયા.
*ગુજરાતમાં ઉદ્યોગકારો દ્વારા શ્રમિકો માટે આવાસ બનાવવાનો આ પ્રથમ પ્રોજેક્ટ છે.* જે ગુજરાત સરકાર ના સહયોગથી ૨૮ મહિનામાં પૂરો થશે.
આ કાર્યક્રમમાં C.S.શ્રી પંકજ જોષી અધિક સચિવ ડો. અંજુ શર્મા સહિત અધિકારીઓ, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના પદાધિકારીઓ એ હાજરી આપી હતી.