ઉદ્યોગ સાહસિક મિત્રો,
હમણાં થોડા સમયથી જીઆઈડીસીના ઉદ્યોગકારોની સ્ટેમ્પ ડયુટીને લઈને નવી સમસ્યા ઊભી થઈ છે.
આ પ્રશ્નને વિગતવાર ચર્ચીએ તો સ્ટેમ્પ ડ્યુટી એક્ટનો અભ્યાસ કરી આના નિષ્ણાતો વિગતવાર જવાબ આપી શકે, પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ ઉદ્યોગકાર તેની આગળના પ્લોટ/શેડ ધારકની સ્ટેમ્પ ડ્યુટી કઈ રીતે અને શા માટે ભરે?

ધારોકે મે આજે શેડ/ પ્લોટ કોઈ પાસે થી ખરીદ્યો અને ટ્રાન્સફર કરાવ્યો તો વેચનાર પાર્ટી ની સ્ટેમ્પ ડયૂટી ભરવાની જવાબદારી મારી કઈ રીતે આવે?
નરોડા/વાપી/સચિન જેવી ૧૫૦ જેટલી જીઆઈડીસી ૪૦ કરતા વધારે વર્ષ જૂની છે, આ વસાહતોમાં કદાચ અત્યાર સુધીમાં ચાર – પાંચ માલિકો બદલાઈ ગયા હોય શકે તો અત્યારે આ બધા ટ્રાન્સફરની સ્ટેમ્પ ડયુટી અને તેનો દંડ કેટલો બધો થાય? ઉપરાંત જીઆઈડીસી ની ટ્રાન્સફર ફી ભરવાની થાય, આ રીતે તો ઉદ્યોગની કમર તૂટી જાય.
આ પહેલા બેંક / જીએસએફસી હરાજીની ફેકટરીમાં જીઇબી / સેલ્સ ટેકસ/ એકસાઇઝના જૂના લેણાં ખરીદનાર પાસે વસૂલાતા હતા ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે જૂના લેણાં વસૂલવાના બંધ કર્યા, શું આ જજમેંટના આધારે કોર્ટમાં સ્ટેમ્પ ડ્યુટીની જૂની વસૂલી ચેલેન્જ ના થઈ શકે? આ માટે ઉધોગિક સંગઠનો એ આગળ આવી સરકારમાં રજૂઆત કરવી જોઈએ અને ઉદ્યોગકારોના હિતમાં જરૂર પડે તો કોર્ટમાં ન્યાય મંગાવો જોઈએ નહીતો ઉદ્યોગકારો બહુ મોટા સંકટમાં આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *